ભરૂચ: માત્ર 2 જ કલાકમાં ખાબકેલા 5 ઇંચ વરસાદથી શહેર જળમગ્ન

ભરૂચ શહેરમાં માત્ર બે જ કલાકમાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

New Update

ભરૂચ શહેરમાં માત્ર બે જ કલાકમાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

ભરૂચમાં આજરોજ વરસાદના ઓરેન્જ વચ્ચે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ભરૂચ શહેરમાં માત્ર બે જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી જતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો જુના ભરૂચના ફાટા તળાવ અને ફુરજા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો હતો.પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા તો જીવના જોખમેં લોકો રસ્તો પસાર કરતા પણ નજરે પડ્યા હતા આ તરફ શહેરના મહત્વના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તરફ ભરૂચના ઢાલથી મહંમદ પુરાને જોડતા બિસ્માર માર્ગ પર તાજેતરમાં જ તંત્ર દ્વારા બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પણ વરસાદી માહોલમાં ધોવાય ગઈ હતી

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના પગલે ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ભરૂચ શહેરમાં બપોર બાદ વરસેલા વરસાદે જનજીવન મોટાપાયે પ્રભાવિત કર્યું છે

#CGNews #Rainfall #Heavy Rain #Water Logging #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article