New Update
ભરૂચમાં મેઘરાજાના મેળાની તૈયારી
સ્ટોલની ફાળવણી માટે કવાયત
સીટી સર્વે વિભાગ દ્વારા હરાજી યોજાય
આંબેડકર ભવન ખાતે હરાજીનું આયોજન
સોનેરી મહલથી પંચબત્તી સુધી સ્ટોલ ફાળવાશે
ભરૂચમાં યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં સ્ટોલની ફાળવણી માટે આજરોજ સીટી સર્વે વિભાગ દ્વારા હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતુ
ભરૂચ શહેરમાં વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં ઠેર ઠેરથી જનમેદની ઉમટે છે.જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે.દર વર્ષે સીટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે.આ વર્ષે 8x8 ની 106 દુકાનોની ફાળવણી હરાજી કરીને કરાશે. જેમાં સૌથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે.
આ તમામ દુકાનો સોનેરી મહેલથી પાંચબત્તી વિસ્તારમાં ફાળવવામાં આવે છે ત્યારે આંબેડકર ભવન ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કુલદીપસિહ વાઢેરની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી.
Latest Stories