ભરૂચ: પોલીસની સરાહનીય કામગીરી, નેત્રંગ અંકલેશ્વર માર્ગ પર ધરાશાયી થયેલ વૃક્ષને હટાવી વાહનવ્યવહાર શરૂ કરાવ્યો

ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર ચીકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.

New Update
aa

ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર ચીકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.

Advertisment
પોલીસ પ્રજાની મિત્ર છે જે કહેવતને ભરૂચ જીલ્લા પોલીસે સાર્થક કરી છે.નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર  રાતના સમયે ભારે પવન ફૂંકતા માર્ગ ઉપર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી.તે સમયે નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરતો આ સ્થળે પહોંચ્યો હતો.પોલીસ જવાનો હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ અને ચંપકભાઈએ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અગવડ નહિ પડે તે માટે જાતે જ વૃક્ષની ડાળીઓ કાપી વૃક્ષને રોડ ઉપરથી ખસેડી સરાહનીય કામગીરી કરી હતી.પોલીસ જવાનોની કામગીરીને પગલે સ્થાનિકોએ બિરદાવી હતી.
Advertisment
Latest Stories