ભરૂચ: આઇકોનીક રોડ સહિત અન્ય વોર્ડમાં હાઈમાસ્ટ લાઈટના કામમાં કૌભાંડના કોંગ્રેસના આક્ષેપ, શાસકોએ આપ્યા તપાસના આદેશ

ભરૂચ જિલ્લામાં મનરેગા અને શૌચાલય કૌભાંડ હવે ભરૂચ નગર સેવા સદનમાં હાઈમાસ્ટ લાઈટનું કૌભાંડ આચરાયું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચ નગર સેવા સદનમાં કૌભાંડના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા

  • હાઈમાસ્ટ લાઈટના કામમાં ગુણવત્તા ન જળવાય

  • કોંગ્રેસે કમિશનરને રજૂઆતની ચીમકી ઉચ્ચારી

  • શાસકોએ આપ્યા તપાસના આદેશ

ભરૂચ જિલ્લામાં મનરેગા અને શૌચાલય કૌભાંડ હવે ભરૂચ નગર સેવા સદનમાં હાઈમાસ્ટ લાઈટનું કૌભાંડ આચરાયું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સર્કલ સુધીના આઇકોનિક રોડના નવીનીકરણ સાથે ડેકોરેટિવ લાઈટો મૂકવામાં આવી છે જેના પોલ ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ ન હોવાના અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ વોર્ડ નંબર 6માં ઉભા કરવામાં આવેલ હાઈમાસ્ટના પોલ 12 મીટરના બદલે 10 મીટરના હોવાનું જણાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના નેતા સમસાદ અલી સૈયદ અને તેમના સહયોગી પાલિકા સભ્યો સલીમ અમદાવાદી તેમજ હેમેન્દ્ર કોઠીવાલા સાથે કરી તપાસની માંગ કરવામાં આવી છે. આ મુદદો સામાન્ય સભામાં ઉઠાવવા અને રિજિયોનલ કમિશનર સમક્ષ પણ લઈ જવાની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામા આવી છે.
વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ટેન્ડરની શરતો મુજબ કામગીરી થઈ ન હોવાનું આ પૂર્વે ધ્યાને આવતા કોન્ટ્રાક્ટને નોટીસ આપી કામગીરી  અટકાવી દેવામાં આવી છે.
આ તરફ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ બા યાદવે આઇકોનિક રોડના પોલ  તેમજ વોર્ડ નંબર 6ના હાઈ માસ્ટના કામમાં કોન્ટ્રાકરની ગેરરીતિ  ધ્યાન પર આવતા વિપક્ષની રજૂઆત પૂર્વે જ 10 જુલાઈના રોજ નોટિસ આપી કામ બંધ કરાવી નવેસરથી સ્પેસિફિકેશન મુજબ કામ કરવા જણાવી દેવામાં આવ્યું છે તેથી વિપક્ષના આક્ષેપ બાદ કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત ખોટી હોવાનું જણાવ્યું હતું
Latest Stories