ભરૂચ: કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • આજે તારીખ બીજી ઓક્ટોબર

  • મહાત્મા ગાંધીની જન્મજયંતિ

  • લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ

  • કોંગ્રેસ દ્વારા અર્પણ કરાયા શ્રધ્ધાસુમન

  • આગેવાનો અને કાર્યકરો જોડાયા

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બન્ને મહાનુભાવોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બન્ને મહાનુભાવોની તસવીરને સુતરાની આંટી અને કુલહાર અર્પણ કર્યા હતાં.આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ, ઝુબેર પટેલ,હરીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories