ભરૂચ: રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર BJPના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી.

New Update

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

એ ડિવિઝન પોલીસ મથક બહાર પ્રદર્શન યોજાયું

ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદની માંગ

રાહુલ ગાંધી સામે કરાયા હતા બેફામ નિવેદનો

પોલીસને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ ગડરીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે. તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખમાઈ છે ત્યારે આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સમસાદ અલી સૈયદ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.
બાઈટ
Latest Stories