ભરૂચ: મનરેગાનું નામ બદલવાના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, ચક્કાજામનો પ્રયાસ કરાતા પોલીસ સાથે ઘર્ષણ

મનરેગા-મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન

  • મનરેગાનું નામ બદલાતા વિરોધ

  • ચક્કાજામનો પ્રયાસ કરાયો

  • પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો

મનરેગા-મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આ વિરોધ પ્રસંગે કોંગ્રેસ દ્વારા આ મુદ્દા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ 2025 એટલે કે જી રામ જી રાખવામાં આવતા ભરૂચ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં રેલ્વે સ્ટેશન ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાના પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા એક સમયે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે MGNREGA (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે.વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના નામ બલી રહ્યું છે આવનાર દિવસમાં કાયદો પણ રદ્દ કરશે.
Latest Stories