ભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહ મંત્રી અમિત સાશે સંસદમાં બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

New Update
Advertisment
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયુ આયોજન

  • વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું

  • અમિત શાહના નિવેદનનો વિરોધ

  • બાબા સાહેબ આંબેડકર અંગે આપ્યું હતું નિવેદન

  • અમિત શાહ માફી માંગે એવી માંગ

Advertisment
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહ મંત્રી અમિત સાશે સંસદમાં બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થયા હતા અને પ્લે કાર્ડ તેમજ સૂત્રોચાર સાથે અમિત શાહના નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ,ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગેના નિવેદન બદલ અમિત શાહ માફી માંગે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

Latest Stories