ભરૂચ: બિસ્માર માર્ગના પ્રશ્ને આમોદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ખાડામાં બેસી વિરોધ નોંધાવતા કોંગીજનોની અટકાયત

ભરૂચના આમોદમાં નેશનલ નંબર 64 નો માર્ગ અતિ બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

New Update
  • ભરૂચના આમોદમાં માર્ગો બન્યા બિસ્માર

  • કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન

  • ખાડામાં બેસી વિરોધ નોંધવાયો

  • પોલીસે કરી અટકાયત

  • માર્ગના સમારકામની કરાય માંગ

ભરૂચના આમોદમાં નેશનલ નંબર 64 નો માર્ગ અતિ બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
ભરૂચના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નં. 64ની બિસ્માર હાલત અને ખાડાઓથી ભરેલા રસ્તાને લઈને આમોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે રસ્તા ઉપર ખાડામાં બેસીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ પ્રતીકાત્મક રીતે કમળના બેનરને ખાડામાં રોપ્યું હતું.
આ આંદોલનમાં જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા હતા. વિરોધ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે આમોદ પોલીસ મથકની ટીમે ઘટના સ્થળે પહોંચીને સંજય સોલંકી સહિત કેટલાક કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલે ચીમકી ઉચ્ચારી કે જો રસ્તાનું સમારકામ તાત્કાલિક શરૂ નહીં થાય તો કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાતે સમારકામ કરાશે.
Latest Stories