મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી
સંવિધાન પ્રતિજ્ઞા અને સંકલ્પ કાર્યક્રમ યોજાયો
બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા ઉજવણી
ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
બામસેફ-ઇન્સાફ સંગઠનના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
ભરૂચ શહેરમાં બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભરૂચમાં 25 ડિસેમ્બરના રોજ ઐતિહાસિક મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા સાંજે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સંવિધાન પ્રતિજ્ઞા અને સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. ડો.બાબાસાહેબ આંબેડકરે મહારાષ્ટ્રના મહાડ ખાતે પાણી સત્યાગ્રહ આંદોલન દરમિયાન માનવતા વિરોધી, ભેદભાવપૂર્ણ અને જાતિવાદી મનુસ્મૃતિનું જાહેરમાં દહન કર્યું હતું. આ દ્વારા તેમણે બહુજન સમાજને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરવાની દિશા આપી હતી. તેમણે "શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો"નો સંદેશ આપી સામાજિક પરિવર્તન માટે આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, ભરૂચ જિલ્લાના મહાસચિવ અંજના પરમાર, ઈન્સાફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજ મકવાણા, મહાસચિવ વિનય સોલંકી, એડવોકેટ અરવિંદ દોરાવાળા અને બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ સહિત અશોક મકવાણા, વિઠ્ઠલ પરમાર, કૌશિક રાઠોડ, વિશ્રામ સોલંકી, અશોક પરમાર, મંજુ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.