New Update
/connect-gujarat/media/media_files/2025/08/18/shivlingg-2025-08-18-11-44-13.png)
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
મંગલાપાર્ક સોસા.ખાતે આયોજન
બરફના શિવલિંગનું નિર્માણ
ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
દર્શનનો ભાવિક ભક્તોએ લીધો લાભ
ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચની મંગલા પાર્ક સોસાયટી પરિવાર દ્વારા બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, બીજેપી શહેર ઉપપ્રમુખ વિજય મકવાણા, તથા શહેર મંત્રી નીતિન મોદી સહિતના આગેવાનો તેમજ સોસાયટીના સભ્યોએ આરતી ઉતારવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી.આ દિવ્ય પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને આનંદનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.બરફના શિવલિંગના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી
Latest Stories