ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે થામ ગામ નજીક જુગાર રમતા 2 જુગારીની કરી ધરપકડ, 3 વોન્ટેડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે  થામ ગામથી મનુબર ગામ જવાના નહેર રોડ ઉપર રેલ્વે ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે પત્તાપાના વડે રૂપિયાથી જુગાર રમે છે.

New Update
jugrii

ક્રાઇમ બ્રાન્ચે થામ ગામ નજીક જુગાર રમતા 2 જુગારીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે  થામ ગામથી મનુબર ગામ જવાના નહેર રોડ ઉપર રેલ્વે ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે પત્તાપાના વડે રૂપિયાથી જુગાર રમે છે. જે બાતમીના આધારે રેડ કરતા 2 ઈસમો જુગાર રમતા ઝડપાય ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે  એઝાઝ મુસ્તાક વલીભાઈ પટેલ ઉ.વ.૩૭ રહેવાસી .લીમડીચોક, ગામડીયાવાડ તા.જિ.ભરૂચ અને નીલેષભાઈ બાબુભાઈ મકવાણા ઉ.વ.૬૫ રહેવાસી.લીમડીચોક, ગામડીયાવાડ તા.જી.ભરૂચની ધરપકડ કરી છે જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories