ભરૂચ: નબીપુર હાઇવે પરથી ₹34 લાખનો દારૂ ભેરલી ટ્રક સાથે એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નં- 48 ઉપર રીલીફ હોટલ પાસેથી 12312 વિદેશી દારૂની બોટલો સહીત કુલ ₹. 44.12 લાખનો મુદામાલ LCB એ ઝડપી લીધો હતો.

New Update
dur nacs

ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નં- 48 ઉપર રીલીફ હોટલ પાસેથી 12312 વિદેશી દારૂની બોટલો સહીત કુલ ₹. 44.12 લાખનો મુદામાલ LCB એ ઝડપી લીધો હતો.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ  પી.આઈ. એમ.પી.વાળાને મળેલી બાતમી આધારે નબીપુર હાઇવે પર વોચ ગોઠવાઈ હતી. PSI ડી.એ. તુવેરની ટીમ દ્વારા બાતમી વાળી મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રક આવતા તેને અટકાવાઈ હતી. ટ્રકમાં પ્લાસ્ટીકના કેરેટોના કવરીંગમા રહેલો દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. ધુલિયાના સુનીલ મુરલીધર નવરેની ધરપકડ કરાઈ હતી. જ્યારે સુરતના સંજય દેસાઇ, નાસિકના અનીકેત પાટીલ અને ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરાયો હતો.
Latest Stories