New Update
/connect-gujarat/media/media_files/2025/05/07/zMc5k3hm5FTw5MhGHi2m.jpg)
ભરૂચ એલસીબીએ હાંસોટ તાલુકાના સાહોલ ગામની નવી નગરીમાં મકાનમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી પાંચ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબીનો સ્ટાફ હાંસોટ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ તાલુકાના સાહોલ ગામની નવી નગરીમાં અહેમદ અલી કરીમ સૈયદ પોતાના મકાનમાં આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગરધામ ચલાવે છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 40 હજાર અને 6 ફોન મળી કુલ 1 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય સૂત્રધાર અહેમદ અલી કરીમ સૈયદ,હરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ડોડીયા,મુઝમીલ ઉર્ફે મૂનનો બશીર શેખ,ઇસ્માઇલ ઉસ્માન શેખ અને કમરુદ્દીન અલાઉદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય એક જુગારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.