New Update
/connect-gujarat/media/media_files/2025/06/10/OBZfxJ7iFmGAll9XUXN3.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમના કર્મચારીઓ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ધોબી તળાવ લીંબુ છાપરી વિસ્તારમાં જશવંત શનાભ વસાવા નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવી પોતાના ઘરમાં ભેગા કરી, પોતાના આર્થીક ફાયદા માટે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જેથી એલ.સી.બી ટીમ દ્વારા જુગાર અંગે સફળ રેઈડ કરી જુગાર રમતા ૦૭ આરોપીઓને રોકડા રૂપીયા, મોબાઈલ નંગ-૦૩ તથા જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂ. ૪૭,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.મામલાની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
ઝડપાયેલ આરોપીઓ
(૧) જશવંત શનાભાઇ વસાવા ઉ.વ.પર રહેવાસી.ધોબી તળાવ લીંમ્બુ છાપરી તા.જિ.ભરૂચ
(૨) લુકમાન સિદીક શેખ ઉ.વ.૩૨ રહેવાસી. સૈયદવાડ રોડ મુંડા ફળીયુ તા.જિ.ભરૂચ
(૩) પુર્વેશ ખોડાભાઇ વસાવા ઉ.વ. ૨૬ રહેવાસી. વાવ ફળીયુ બંબાખાના પાસે તા.જિ.ભરૂચ
(૪) જગદીશભાઇ મનુભાઈ વસાવા ઉ.વ.૩૨ રહેવાસી. ત્રણ કુવા પાસે નવી નગરી તા.જિ.ભરૂચ
(૫) કૌશીકભાઇ અશોકભાઇ વસાવા ઉ.વ.૨૦ રહેવાસી. લીંબુ છાપરી તા.જિ.ભરૂચ
(૬) ગૌતમ કમલેશભાઈ વસાવા ઉ.વ.૨૦ રહે. નનુમિયા નાળા પાસે કબ્રસ્તાન પાસે તા.જિ.ભરૂચ
(૭) અલ્પેશ સોમાભાઇ વસાવા ઉ.વ.૨૪ રહે. નનુમિયા નાળા પાસે કબ્રસ્તાન પાસે તા.જિ.ભરૂચ