ભરૂચ: લ્યો બોલો પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીઓ માણી રહ્યા હતા દારૂની મહેફિલ,ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા !

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ હેડકવાટરના વર્કશોપમાં દારૂની મહેફિલ માણતા બે પોલીસકર્મીઓને અને ઝડપી પાડી તેઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબિશન

New Update
gujarat hq
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ હેડકવાટરના વર્કશોપમાં દારૂની મહેફિલ માણતા બે પોલીસકર્મીઓને અને ઝડપી પાડી તેઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ.ડી.એ તુવર તપાસમાં હતા તે દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલ એમ.પી. વર્કશોપમાં ગયા હતા.વર્કશોપમાં જ 2 પોલીસકર્મીઓ ફરજ પર હોવા છતાં વર્કશોપનો મિકેનિક (ડ્રાઇવર) નરસિંહભાઈ ગૌમાનભાઈ પટેલ રહે. શક્તિનાથ નારાયણ નગર 4 તથા જિલ્લા ટ્રાફિક પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા લાલાભાઇ પુનાભાઈ રાઠવા બન્ને વર્કશોપમાં જ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.ક્રાઇમ બ્રાન્ચે બન્ને પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધાવતા પોલીસે બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories