ભરૂચ: આમોદ નજીક ઢાઢર નદીમાં પુરના પાણી ઓસરતા જ મગરોનો આતંક, 3 દિવસમાં 2 મગરનું રેસ્ક્યુ કરાયુ

ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ઓસરતા ગામડા તથા શહેર વિસ્તારમાં મગર નજરે પડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં આમોદ નગર વિસ્તારમાં એક મગર અને એક મગરના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

New Update
mgrss

ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ઓસરતા ગામડા તથા શહેર વિસ્તારમાં મગર નજરે પડી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસમાં આમોદ નગર વિસ્તારમાં એક મગર અને એક મગરના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.ગઈ રાત્રે જલારામ નગર વિસ્તારમાં મહેન્દ્રભાઈના ઘરના વાડા પાસેની ગટરમાંથી અંદાજે ચારથી પાંચ ફૂટ લાંબા મગરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમ્યાન સ્થાનિક રહીશો ભયભીત થઈ ગયા હતા.સ્થાનિક લોકોએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો. તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને રહીશોની મદદથી બે કલાકની જહેમત બાદ મગરને સલામત રીતે પકડી લીધો હતો ત્યારબાદ મગરને વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. અહીં તેની તબીબી તપાસ કર્યા બાદ તેને ટૂંક સમયમાં સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવશે
Latest Stories