ભરૂચ : વરસાદી અને પૂરના પાણીથી ખેતી-પાકને નુકશાન, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે

New Update

ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છેજ્યારે જિલ્લામાં શાકભાજીની આવક ઘટતા હવે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ભરૂચ શહેર તથા જીલ્લામાં ભારે વરસાદ અને નદીમાં આવેલ પાણીના પૂરની અસર શાકભાજી ઉપર પડી છે. ઠેર ઠેર ખેતરોમાં ભરાયેલા વરસાદી અને પૂરના પાણીના કારણે નષ્ટ થઈ જતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. દુધીગલકાભીંડાધાણાતુવેરરીંગણકારેલાવટાણાતુરિયા સહિતના શાકભાજીના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. શાકભાજીના વેપાર એ જણાવ્યું હતું કેભરૂચ જિલ્લામાં ભારે વરસાદ સાથે નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે જિલ્લાભરમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આ સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ બાબતે ગૃહણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કેચોમાસા દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીના ભાવ આસમાને ચડ્યા છેત્યારે ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું હોવાનું પણ ગૃહિણીઓ જણાવી રહી છે.

Latest Stories