New Update
આમોદ નજીકથી પસાર થાય છે ઢાઢર નદી
નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીક
નદી કાંઠાના ગામોમાં સતર્ક રહેવા તંત્રની સૂચના
મામલતદારે પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ
ખેતીના ઉભા પાકને નુક્શાનીની શક્યતા
ભરૂચમાં આમોદ પંથકમાંથી વહેતી ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટ નજીકથી વહી રહી છે ત્યારે નદીકાંઠાના ગામના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા વ્યાપક નુક્શાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે.આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે જેના કારણે જુનાવાડિયા માર્ગ ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે.નીચાણવાળા વિસ્તારોમાં નદીકાંઠે આવેલા ખેડૂતોના કપાસ, તુવેર, ચોળી ભીંડા મરચાના પાક પાણીમાં ગરકાવ થતાં નુકસાન થવાની શક્યતા છે પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડૉ. મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા તથા ગામોમાં સમયાંતરે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે. સાથે સાથે પ્રજાજનોને ખોટી અફવાઓમાં ન આવવા અને કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક આમોદ મામલતદાર કચેરીમાં જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
Latest Stories