ભરૂચ : રોટરી ક્લબ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ, વિજેતા ખેલાડીઓને ટ્રોફી-પ્રમાણપત્રો આપી સન્માનીત કરાયા

સમગ્ર જિલ્લામાંથી 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં વિવિધ રમતો અને કેટેગરીમાં આ ખેલાડીઓ તેમના કૌશલ્ય અને રમત પ્રત્યેના જુસ્સાનું પ્રદર્શન કર્યું

New Update
Rotary Club Of Bharuch

ખેલ પ્રતિભાખેલદિલી અને સામુદાયિક ભાવનાની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25ની ગત તા. 26મી જાન્યુઆરીના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Advertisment

 રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તા. 23થી 26 જાન્યુઆરી-2025 દરમ્યાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચ સ્થિત એમ.આઈ.પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતોજ્યાં વિવિધ રમતો અને કેટેગરીમાં આ ખેલાડીઓ તેમના કૌશલ્ય અને રમત પ્રત્યેના જુસ્સાનું પ્રદર્શન કર્યું હતું.

Rotary Club Tournament

જોકે26મી જાન્યુઆરીના રોજ ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Rotary Club Tournaments

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદ્દારએમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટરના ચેરમેન પ્રશાંત રૂઇયાકેતન દેસાઈરાહુલ મહેતા તેમજ અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો અને વિવિધ રમતોમાં ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories