ભરૂચ: બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, ચોંકાવનારા CCTV ફૂટેજ !

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર  અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી.

New Update
acnd acars
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર  અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી. કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી રાહદારીને જોરદાર ટક્કર મારતા યુવાન ફૂટબોલની જેમ હવામાં ઉછળી ગયો હતો. 

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

ઘટનાના ચોંકાવનારા  દ્રશ્ય નજીકમાં લગાવવામાં આવેલ  સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.  ટક્કર બાદ ગંભીર રીતે ઘાયલ  યુવાનને તાત્કાલિક સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું  જાણવા મળ્યું છે.હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
Latest Stories