ભરૂચ: ફાર્મા ઉદ્યોગોમાં દવા નહીં પણ ડ્રગ્સ બને છે! ચૈતર વસાવાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

અંકલેશ્વરમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
Advertisment

ભરૂચમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન

Advertisment

ડ્રગ્સના દુષણના મામલે વિરોધ

કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા

સરકાર પર કર્યા પ્રહાર

અંકલેશ્વરમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
Advertisment
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી રૂપિયા 5000 કરોડનું ડ્રગસ ઝડપાયું છે.આ મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.આમ આદમી પાર્ટીના કાર્યકરો ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચના ફાર્મા ઉદ્યોગોમાં જીવન રક્ષક દવાના નામે નશીલા પદાર્થો બનાવવામાં આવે છે. સાથે જ ડ્રગ્સ દરિયાઈ માર્ગે નહીં પરંતુ સ્થાનિક ઉદ્યોગોમાં બનતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ તેમજ પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના ગૃહ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે અને યુવાધનને નશાના ખપ્પરમાં હોમાતા બચાવવા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories