ભરૂચ : GSTના કાયદાથી સંબંધિત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદાને ઉદ્યોગસાહસિકોએ આવકાર્યો

ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

author-image
By Connect Gujarat Desk
New Update
Advertisment
  • ગુજરાત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો

  • GSTના કાયદાથી સંબંધિત ચુકાદો

  • લીઝ પરના પ્લોટને થર્ડ પાર્ટીને વેચવા વસુલાતો હતો GST

  • ઓથોરિટીના 18 ટકા GST વસુલાત પર મારી બ્રેક

  • ઓથોરિટીની 18 ટકા GSTની વસુલાતની નોટિસો પણ કરાઈ રદ

  • ઉદ્યોગસાહસિકોએ હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યો 

Advertisment

ગુજરાત હાઇકોર્ટ દ્વારા GSTના સંદર્ભમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે.જેમાં GIDCએ લીઝ પર આપેલા પ્લોટને જો કોઇ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે તો તેના ઉપર સરકાર 18% GST વસૂલી શકે નહીં.જે ચુકાદાને ઉદ્યોગો સાહસિકો આવકાર્યો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના અરજદારોએ હાઇકોર્ટમાં કરેલી રિટ પિટિશનને હાઇકોર્ટે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતીઅને આ મામલે ઓથોરિટી દ્વારા જેમને પણ 18% GSTની વસુલાત માટેની નોટિસ પાઠવવામાં આવી છેતે નોટિસોને પણ રદબાતલ કરી છે. સાથે જ ચુકાદા ઉપર સ્ટે આપવાની રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કરેલી વિનંતી પણ ફગાવી કાઢી છે. આ ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છેત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને અંકલેશ્વરના ઉદ્યોગસાહસિકોએ આવકાર્યો હતો,અને આ ઉપરાંત આવનાર દેશના જનરલ બજેટમાં પણ ઉદ્યોગક્ષેત્રે સરકાર દ્વારા જરૂરી રાહત ભર્યા નિર્ણય લેવામાં આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે GIDC દ્વારા લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર અને સેલ પર 18 ટકા GSTની ડિમાન્ડને અયોગ્ય ગણાવી છે. કેમ કે જ્યારે પણ GIDC જોડેથી લીઝ પર લીધેલી પ્રોપર્ટી કે પ્લોટ કોઇ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે ત્યારે એ થર્ડ પાર્ટી મૂળ ઔદ્યોગિક એકમના બદલે GIDCનો લીઝ ધારક બની જાય છે. એ સંજોગોમાં લીઝ હોલ્ડ રાઇટ્સ હેઠળ પ્લોટ અથવા તો પ્રોપર્ટીના આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર GST લાગે નહીં.

તેથી અરજદારોની પિટિશન હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી,અને ઉદ્યોગ એકમોને GSTની વસૂલાત માટે આપવામાં આવેલી નોટિસને પણ રદ કરવામાં આવી હતી.હાઇકોર્ટના ચુકાદાથી ઉદ્યોગ આલમે રાહતનો શ્વાસ લીધો હતો.

રાજ્યભરના ઉદ્યોગ મંડળ દ્વારા GST ઓથોરિટી સામે આ અંગે રજૂઆત કરી હતી,જેનો સુખદ નિવેડો આવતા ઉદ્યોગ વસાહતોમાં ખુશી વ્યાપી ગઈ છે,અને આ અંગે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી પણ ઉદ્યોગ સાહસિકોએ દર્શાવી છે.

Advertisment

GSTના કાયદાની જોગવાઇઓનો ઓથોરિટી દ્વારા રાજ્યભરની વિવિધ GIDCમાં ઔદ્યોગિક એકમો દ્વારા જ્યારે પણ થર્ડ પાર્ટીને વેચાણ અંગેનું ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર કરવામાં આવે ત્યારે એના પર ઉપર 18 ટકા GSTની ડિમાન્ડ કરવામાં આવતી હતી.

તેથી ઓથોરિટીના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો અને આ નિર્ણયને ગેરકાયદેસર,મનસ્વી અને ગેરવ્યાજબી જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જે એકમોને 18 ટકા GSTની ડિમાન્ડ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી એને રદ કરવાની દાદ પણ માંગી હતી.

GTS ઓથોરિટીના મનસ્વી વલણ સામે ચાર્ટટ એકાઉન્ટન્ટ તરીકે અંકલેશ્વર,સુરત સહિતના જિલ્લાઓમાં પ્રેક્ટિસ કરતા હાર્દિક કાકડિયાએ જણાવ્યું હતું કે ભાડા પટ્ટાની જમીન પર 18 ટકા GSTનો બોજો લગાડવામાં આવ્યો હતો,જેના કારણે  પ્લોટ ધારકો પર નોટીસોનો મારો ચલાવવામાં આવ્યો હતો,GST ઓથોરિટીના મનસ્વી વલણ સામે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સાથે મળીને 175 લોકોએ ભેગા મળીને એક SGSTના અધિકારીઓ સાથે ઓપન સેશન્સ રાખવામાં આવ્યું હતું.

જેમાં ખ્યાલ આવ્યો હતો કે ખુદ અધિકારીઓ જ કાયદાથી પરિચિત નથી અને ત્યાર બાદ નોટિસો પર નોટિસ શરૂ થઈ હતી.અને કેસ બગાડવામાં આવ્યો હતો.જોકે વર્ષ 2022થી આ મેટરમાં હાઇકોર્ટમાં લડત આપવામાં આવી હતી,જેમાં હાઇકોર્ટ દ્વારા પ્લોટ ધારકોને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે.જે આવકાર દાયક હોવાનું તેઓએ જણાવી રહ્યા છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે લોકોએ યાચિકા દાખલ કરી હતી તેમને જ આનો લાભ મળશે જયારે અન્ય લોકોને આનો લાભ મળશે નહીં.

Latest Stories