New Update
આજે દશેરાના પર્વની ઉજવણી
ફુલોનો થાય છે ભરપૂર ઉપયોગ
ફૂલ બજારમાં મંદીનો માહોલ
ફુલના ભાવ ગગડયા
દિવાળી પર સ્થિતિ સુધરવાની આશા
ભરૂચ જિલ્લામાં વિજયા દશમીના પર્વ પર પણ ફૂલ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ફુલના વેપારીઓ ચિંતાતુર બન્યા છે.
ભરૂચ જિલ્લાભરમાં આજે દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે. દશેરા દિવસે પરંપરા મુજબ ઘરોમાં ભગવાનને ફૂલહાર અર્પણ કરવામાં આવે છે તેમજ વાહનોમાં પણ ફૂલોના હાર અને ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસે ફૂલ વેપારીઓનો ધંધો તેજી પકડતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ બિલકુલ જ વિપરીત જોવા મળી રહી છે.ફૂલના વેપારીઓના જણાવ્યા મુજબ ગલગોટા અગાઉ 70થી 80 રૂપિયા કિલો સુધીમાં વેચાતા હતા, તે હવે 10થી 20 રૂપિયામાં પણ ખરીદદાર મળતા નથી.
એટલું જ નહીં, ગુલાબ જે 200થી 250 રૂપિયા કિલો સુધીના ભાવમાં વેચાતા હતા, તે હવે 100 રૂપિયામાં પણ લોકો લેવા રાજી નથી.પરિણામે હાલ ભરૂચ શહેરના ફૂલ માર્કેટમાં મંદીનો માહોલ છે. વેપારીઓ પાસે અંદાજે 5,000 કિલો કરતાં વધુ ગલગોટા સ્ટોકમાં પડી રહ્યા છે, પરંતુ ખરીદદારોના અભાવે ફૂલ બગડવાની કગાર પર છે.આવનાર દિવાળના તહેવારો દરમ્યાન ફૂલના ધંધામાં તેજી આવશે એવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.
Latest Stories