-
લાંબા સમયગળાનો કમોસમી વરસાદ અને પૂરની અસર
-
પોંકના પાક અને ઉત્પાદન પર જોવા મળી ગંભીર અસર
-
આ વર્ષે પાક ઓછો અને ભાવ આસમાને પહોચ્યા : ખેડૂત
-
અતિવૃષ્ટિ બની પોંકના ભાવ વધારાનું મુખ્ય કારણ : ખેડૂત
-
પોંકના સ્વાદ રસિકોમાં પણ જોવા મળી રહી છે નિરાશા
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી છે.
ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતા આ વર્ષે લાંબા સમયગળાનો વરસાદ અને પૂર આવવાના કારણે નદી કિનારા વિસ્તાર પ્રભાવિત થયા હતા. જેના કારણે જ્યાં મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છે, તે મોડી થઈ હતી, અને ઘણાખરા ખેડૂતોએ વાવણી કરવાનું પણ ટાળ્યું હતું. આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ રૂ. 1500 હતો, તે વધીને રૂ. 4000 જેટલો થયો છે.
જોકે, હવે પોંકનું ઉત્પાદન કરતાં અનેક ખેડૂતોને ફાયદો થશે તેમ તેઓ જણાવી રહ્યા છે. પરંતુ આ તરફ વાવણી ખરીદીનો ભાવ વધવાથી પોંકનો કિલોનો ભાવ પણ આસમાને પહોચ્યો છે. દર વર્ષે જે પોંકની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો હતી. તે આજે 1 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આથી પોંક રસિકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.