ભરૂચ : નાંદ ગામે ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભરૂચ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
Dead

ભરૂચ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારભરૂચ તાલુકાના નાંદ ગામમાં રહેતા 54 વર્ષીય ખેડૂત બુધાભાઈ ચંદુભાઈ વસાવાનો ગામની સીમમાં આવેલા ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ પરિવારજનો સહિત ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતોજ્યાં ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફઝટકા મશીનથી કરન્ટ લાગતા મોત નીપજ્યું હોવાની મૃતક ખેડૂતના પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી.

Latest Stories