ભરૂચ:GMDC દ્વારા વાલિયાના 18 ગામોની સંપાદિત થનાર જમીન મુદ્દે ખેડૂતો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગડોટ સહીત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલિયાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • GMDC દ્વારા 18 ગામોની જમીન કરવામાં આવશે સંપાદન

  • યોગ્ય વળતર સહિતની કરવામાં આવી માંગ

  • માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી

ભરૂચના વાલીયા તાલુકાના ૧૮ ગામોની ખેડૂતોની જમીન GMDC  દ્વારા સંપાદિત કરવા મુદ્દે ખેડૂતોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું 
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગડોટ સહીત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીન GMDC  દ્વારા સંપાદન થવાની છે.૨૦૧૧માં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ હતી.જેમાં સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩માં ૧૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના ૨૦૨૪ના નવા ડ્રાફટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં GMDC હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનોની જંત્રીમાં ઘટાડો કર્યો છે.તો કેટલાકમાં ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કર્યો છે.જેને પગલે અન્યાય થઇ રહ્યો હોવાની બુમરાણ વચ્ચે સંપાદન થનાર જમીનોના જંત્રીના ભાવો વધારવા સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 
Read the Next Article

રાજ્યકક્ષાની શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા !

અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના

New Update

અમદાવાદ ખાતે યોજાય હતી ચેમ્પિયનશીપ

રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપનું આયોજન

ભરૂચના ખેલાડીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

14 મેડલ હાંસલ કરી ગૌરવ વધાર્યું

અગાઉ પણ 27 મેડલ કર્યા હતા હાંસલ

અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ હાંસલ કર્યા છે
અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાયફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરૂણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે.મહત્વનું છે કે આ પૂર્વે ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 27 મેડલ હાંસલ કર્યા હતા.