New Update
ભરૂચના રહાડપોરની મુસ્કાન પાર્કમાં બન્યો હતો બનાવ
પિતા પુત્ર પર ચપ્પુ વડે કરવામાં આવ્યો હતો હુમલો
નજીવી બાબતે થયો હતો હુમલો
25 દિવસ બાદ સારવાર દરમ્યાન પિતાનું મોત નિપજ્યું
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના રહાડપોર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં નજીવી તકરારમાં પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલાના મામલામાં પિતાનું 25 દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ભરૂચ શહેર પાસેના રહાડપોર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં 2 ઓગસ્ટે બનેલી ચોંકાવનારી ઘટનામાં પિતા-પુત્ર પર ચપ્પુ વડે થયેલા હુમલાનો ભોગ બની 65 વર્ષીય મકસુદ શેખે આજે જીવ ગુમાવ્યો.નજીવી બાબતે થયેલી મારામારી દરમિયાન આરોપીઓએ પિતા અને પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મકસુદ શેખ છેલ્લા 25 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે તેમના મોત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.ભરૂચ એ ડિવિઝન પોલીસે ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે સામે પક્ષના લોકો પર સખતથી સખત કાર્યવાહી કરવામાં આવે.
Latest Stories