New Update
-
ભરૂચ જિલ્લામાં ફરીએકવાર આગનો બનાવ
-
જંબુસર પાદરા રોડ પર લાગી આગ
-
પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપનીમાં ભીષણ આગ
-
7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
-
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ સાત કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો
ઔદ્યોગિક નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા રોડ પર ઉરછદ
ગામ નજીક આવેલી ટાઈમ માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ વડોદરા ભરૂચ અને જંબુસરના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
વિકરાળ આગના પગલે જંબુસરથી પાદરાને જોઈતો સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. ફાયર ફાઈટરોએ લગભગ સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ ફાયર સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ વહીવટી તંત્ર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે ત્યારે ફાયર સેફ્ટી અંગે તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે