ભરૂચ: આમોદમાં હાઈવા ટ્રકમાં આગથી દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી

New Update
Truck Fire
ભરૂચના આમોદમાં હાઈવા ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મતી જવા પામી હતી ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉનાળો શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આમોદમાં હાઈવા ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી હતી સમય સૂચકતા વાપરી ચાલક નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.આ અંગેની જાણ થતાની સાથે જ નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.