ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે મકાનમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
  • ભરૂચના ઝઘડિયાના ભાલોદ ગામનો બનાવ

  • મકાનમાં આગ ફાટી નિકળી

  • પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના મકાનમાં આગ

  • ઘરવખરી બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આગનો બનાવ સામે આવ્યો છે.ભાલોદ ગામના માછીવાડમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ અરવિંદ માછી તેમના પરિવારજનો સાથે ઘરના પાછળના ભાગે હતા તે દરમિયાન આગળના ભાગે અચાનક જ આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રહેલ કપડાં સહિત ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ તરફ પ્રજ્ઞાચક્ષુ અરવિંદ માછીએ સરકાર પાસે સહાયની ગુહાર લગાવી છે.

Latest Stories