ભરૂચ : નબીપુર નજીક આઇસર ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં દોડધામ, ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી

ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર નબીપુર નજીક એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • નબીપુર નજીક NH 48 પર બની આગની ઘટના

  • આઇસર ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં દોડધામ

  • બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડ્યા

  • પાણીનો મારો ચલાવી મેળવી લીધો આગ પર કાબૂ

  • ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ

Advertisment

ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર નબીપુર નજીક એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ નજીક નેશનલ હાઇવે નં. 48 પર સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હતીજ્યાં ટેમ્પો ચાલકની સમય સૂચકતાએ મોટી જાનહાનિ ટળી હતી. ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં જ ચાલકે તરત વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાના પગલે હાઇવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનોની અવરજવર સુચારુ બનાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories