New Update
/connect-gujarat/media/media_files/2025/04/08/0Rz9we5wSN4FYuNh2z6n.jpg)
ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઝઘડિયાના રાજપારડી નજીક ગતરોજ રાત્રીના સમયે ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.
ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અને વાહન ચાલકોના જીવ ટાળવે ચોટ્યા હતા. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. થોડા સમય બાદ આગ પર કાબુ મેળવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરુચ શહેરમાં વેન, ટાટા મેજીક અને અન્ય એક કારમાં પણ આગ લાગવાના બનાવો બન્યા હતા ત્યારે વાહનોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક છે.
Latest Stories