ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરમાં લાગી આગ
નવમાં માળે બન્યો આગનો બનાવ
આગની ઘટનાને પગલે નાસભાગ મચી
ફાયર લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ
ઘટનામાં જાનહાની ટળતા હાશકારો
ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરના નવમાં માળ પર આગની ઘટના બની હતી,જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક જુના નેશનલ હાઈવે નંબર 8 કોલેજ રોડને અડીને આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરમાં નવમાં માળ પર અચાનક આગ લાગી હતી.અને જે અંગેની જાણ અન્ય ઓફિસોમાં ફરજ બજાવતા લોકોમાં થતા ભારે નાસભાગ મચી ગઈ હતી.અને ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોમાં મોટી દુર્ઘટનાની દહેશત ફેલાઈ ગઈ હતી.ઘટના અંગેની જાણ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવી લીધો હતો.જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.તેમજ આગ લાગવા અંગેનું સાચું કારણ જાણવા માટેના તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.