New Update
-
ભરૂચ દહેજ રોડ પર બની ઘટના
-
ખાનગી લકઝરી બસમાં આગ
-
હિમાની કંપનીની બસમાં આગ
-
કર્મચારીઓનો આબાદ બચાવ
-
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.
ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔધોગિક એકમો આવેલા છે.તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોને ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે આજે બપોરના હિમાની કંપનીના સેકન્ડ શીપમાં કામદારોને લઈને જઈ રહેલી લકઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નિકળીને આગ લાગી હતી.આગની જાણ થતાંજ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી.આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહીનાની 2 જી માર્ચના રવિવારના રોજ પણ દહેગામ ચોકડી નજીક જ જીટીપીસીએલ કંપનીની બસમાં પણ આગ લાગી હતી તેમાં પણ બેસેલા કર્મીઓના આબાદ બચાવ થયો હતો.