ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચમાં તારીખ સાતમી જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.
Latest Stories