-
ભરૂચમાં મહેમાન બન્યા વિદેશી પક્ષીઓ
-
કુદરતની શોભામાં થઇ અભિવૃદ્ધિ
-
ગેલાણી તળાવના વૃક્ષો પર પક્ષીઓએ બનાવ્યા માળા
-
પક્ષીઓના કિલકિલાટ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું
-
પ્રકૃતિપ્રેમીઓમાં પ્રસરી આનંદની લાગણી
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે.ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સીઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે.વિદેશમાં દરિયામાં વસતા, ગીધ જેટલુ ઉડાન કરતા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળા તૈયાર કર્યા છે.સ્થાનિક રહેવાસી હેમેન્દ્ર કોઠીવાળા જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપતા હોય છે.બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પક્ષીઓની સવાર સાંજની કિલકિલાટથી આખો વિસ્તાર ગુંજતો રહે છે.ભરૂચમાં વિદેશી પક્ષીઓના આગમન સાથે જ પ્રકૃતિપ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે,અને કુદરતની શોભામાં જાણે આ અબોલ જીવ પક્ષીઓએ સુંદરતાનો વધારો કર્યો હોય તેવી લાગણી પણ પ્રકૃતિપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.