New Update
/connect-gujarat/media/media_files/2024/10/25/DHf0gyC6YiPrDhWRsxKM.jpg)
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે વાલિયાના વટાડિયા ગામે દરોડા પાડી રૂપીયા એક લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાલીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે વાલીયા તાલુકાના વટારીયા ગામે ઇન્દિરા આવાસમાં રહેતો જેન્તી વસાવાએ પોતાના ઘરની આસપાસ ભારતીય બનાવટના વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂ અને બિયરનો રૂ.1.01 લાખનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપી જેન્તી વસાવાની ધરપકડ કરી તેના પુત્ર સાહિલને વોન્ટેડ જાહેર કર્યો છે.બનાવની આગળની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી છે
Latest Stories