New Update
-
ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયો કાર્યક્રમ
-
પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસે કાર્યક્રમ યોજાયો
-
ગૌ માતાનું કરવામાં આવ્યું પૂજન અર્ચન
-
ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત
-
દુષ્યંત પટેલને જન્મ દિવસની પાઠવી શુભકામના
ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ-દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું હતી અને ગરીબ બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી
ભરૂચ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય. અમે દિવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી.પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જે.બી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે મુંગા પશુઓને ઘાસ ચારો ખવડાવી ગૌ માતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરો અને શુભચિંતકો સાથે મળીને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ પાલીકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાલા,નરેશ સુથારવાલા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન અર્ચન કરવું જોઈએ. જેથી આવનાર પેઢીમાં આપણી સંસ્કૃતિનું એમના જીવનમાં સિંચન થાય.
Latest Stories