ભરૂચ: દહેજની GFL કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થતા ચાર કામદારોના જીવનદીપ બુઝાયા

ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે

New Update
Advertisment
  • GFLમાં ઝેરી ગેસ ગળતરથી સર્જાઈ ગોઝારી દુર્ઘટના

  • કંપનીના CMS પ્લાન્ટમાં બની ઘટના

  • ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત

  • સારવાર દરમિયાન કામદારોએ લીધા અંતિમ શ્વાસ

  • મૃતકોના પરિવારને મળશે આર્થિક સહાય 

Advertisment

ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે,સર્જાયેલી ઘટનામાં કંપની દ્વારા મૃતકોના પરિવારને આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.

રૂચ જિલ્લાના દહેજ ખાતેની ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં તારીખ 28મી ની રાતે 9:30 કલાકની આસપાસ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરો મિથાઈલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રીસાઈકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઈપ લાઈન કે જેમાં મિથાઈલ ક્લોરાઈડ, CT ક્લોરોફોમ અને HCL વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છેતેમાં બે ગેસ પાઇપલાઇન માંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કામદારોને ઝેરી ગેસ લાગ્યો હતો.તેઓને પ્રાથમિક સારવાર કંપનીના ઓ.એચ.સી ખાતે આપવામાં આવી હતી,અને વધુ સારવાર માટે 7 એક્સ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન કામદારોને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચના પ્રાંત અધિકારી મનીષા મણાની ,ડીસ્ટ્રીકટ ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીજીપીસીબીની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.અને પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દહેજની GFLમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદીયા,મહેશ નંદલાલ,સુચિતકુમાર સુગ્રિમ પ્રસાદ,મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે.મૃતકોમાં એક કંપની અને ત્રણ કામદારો કોન્ટ્રાક્ટ હેઠળના હતા.કંપનીના એચ.આર મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે કંપનીના CMS પ્લાન્ટમાં પાઇપલાઇન માંથી ગેસ લીકેજ થવાના કારણે દુર્ઘટના સર્જાઈ હતી,અને કંપની દ્વારા મૃતક કામદારોના પરિવારને રૂપિયા 25 લાખની આર્થિક સહાયની આપવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડિસેમ્બર માસની શરૂઆતમાં જ ડેટોક્સ ઇન્ડિયા લી.માં પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારો કરુણ મોતને ભેટ્યા હતા,અને ત્યાર બાદ રાજકીય વિવાદો પણ શરૂ થયા હતા,ત્યારે એક જ મહિના બીજી એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે,અને ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.GFL માં ગેસ ગળતરથી મોતને ભેટેલા કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તે  સહિતની તલસ્પર્શી તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં આવે તે ઇચ્છનીય છે.    

 

Advertisment

 

Latest Stories