New Update
ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ
વેલજપુર વિસ્તારમાં પ્રારંભ કરાયો
છડી મહોત્સવનો પ્રારંભ કરાયો
ઘોઘારાવજીની જ્યોત પ્રગટાવવામાં આવી
ભક્તોએ કર્યા દર્શન
ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.શ્રાવણ વદ સાતમથી દશમ સુધી જ્યોત પ્રગટાવી આરાધના કરવામાં આવે છે.
શ્રાવણ વદ સાતમથી ભરૂચમાં ઘોઘારાવજીની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે ભક્તોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે. આ શુભ અવસરથી શરૂ કરીને શ્રાવણ વદ દશમ સુધી ઘોઘારાવજીનો ભવ્ય છડી મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે, જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.લોકવાયકા અનુસાર એવું માનવામાં આવે છે કે ઘોઘાજી સ્વયં જ્યોત રૂપે ભક્તોને દર્શન આપે છે. ભક્તોમાં એવી અઢળક માન્યતા છે કે આ પવિત્ર જ્યોત સમક્ષ કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.મહોત્સવ દરમિયાન રોજિંદા ભજન-કીર્તન, ધાર્મિક પ્રવચનો અને છડીયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે.
Latest Stories