ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર, ગામના નવનિયુક્ત મુખીઓએ કર્યા વિકાસના દાવા !

ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો. 

New Update
  • ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતનોની ચૂંટણીની મતગણતરી

  • દરેક તાલુકા મથકોએ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાય

  • ચૂંટણીના પરિણામો જાહેર થયા

  • વિજેતા ઉમેદવારોએ કર્યા વિકાસનાં દાવા

  • ઢોલ નગારા સાથે વિજયોત્સવ મનાવાયો 

ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજરોજ મતગણતરી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો. 
ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.ત્યારે આજરોજ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર,હાંસોટ,વાલીયા, નેત્રંગ,ઝઘડિયા,જંબુસર,આમોદ અને વાગરા તાલુકા મથકોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલવામાં આવી હતી. સાથે જ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો.સમગ્ર દિવસ દરમ્યાન તબક્કાવાર પરિણામ આવતા ગયા હતા.ત્યારે વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ ઢોલ નગારાના નાદ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો.
વિજેતા બનેલા ગામના મુખીઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી અને મતદારોનો આભાર માન્યો હતો સાથે જ ગામના વિકાસના પણ દાવા કર્યા હતા.મતગણતરી સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર જિલ્લામાં મતગણતરી પ્રક્રિયા સંપન્ન થઈ હતી.
અંકલેશ્વર શહેરની ઈ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી,એક પછી એક મતપેટી ખુલતાની સાથે જ ખુશી અને ગમનો માહોલ જોવા મળ્યો હતો.અંકલેશ્વરના બોઇદ્દા, માટીએડ, પાનોલી, ધંતુરીયા,માંડવાબુઝર્ગ,મોતાલી,કોસમડી,ભરણ,જુના દિવા, સરફુદ્દીન, સેંગપુર, ઉછાલી, જીતાલી, સજોદ,દઢાલ,સારંગપુર ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ હતી,અને મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારોના ઠેકેદારો અને સમર્થકોના પણ ટોળા ઉમટી પડ્યા હતા.  
Latest Stories