હવામાન વિભાગનું વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ
વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો
રસ્તાઓ થયા પાણી પાણી
હજુ 2 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોરના સમયે કાળા દિબાગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતીમશહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભરૂચના શક્તિનાથ, પાંચબત્તી, સ્ટેશન રોડ, કલેકટર કચેરી, લિંકરોડ અને કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.હાલમાં રાજ્ય પર વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે અવિરત વરસાદ વરસી રહ્યો છે ભરૂચમાં બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.