ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા અને પુત્રના શરતી જામીન રદ થયા બાદ હાઇકોર્ટનો સ્ટે, 18 ડિસેમ્બરે સુનાવણી

ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપી હિરા જોટવા અને તેના પુત્રના જામીન નામંજુરનો હુકમ કાયમ રાખવા 18 ડિસેમ્બરે હાઇકોર્ટમાં સરકાર તરફે રજુઆત કરાશે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • કોંગ્રેસના નેતા હીરા જોટવા જામીન પર છે બહાર

  • કોર્ટે જામીન રદ્દ કરી આજે હાજર થવા કર્યો હતો હુકમ

  • હુકમ પર હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો સ્ટે

  • હવે તારીખ 18 ડિસેમ્બરે સુનવણી

ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપી હિરા જોટવા અને તેના પુત્રના જામીન નામંજુરનો હુકમ કાયમ રાખવા 18 ડિસેમ્બરે હાઇકોર્ટમાં સરકાર તરફે રજુઆત કરાશે
ભરૂચ જિલ્લાના ₹7.30 કરોડ ઉપરાંતના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય સહિતની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ હતી. પોલીસ ફરિયાદ બાદ પિતા પુત્રના જામીન ટ્રાયલ કોર્ટે ફગાવી દીધા હતા. જે બાદ ચાર્જશીટ દાખલ થઈ ગયા પછી બન્નેની શરતી જામીન અરજી મંજુર કરાઈ હતી. જેને સરકાર તરફે પડકારવામાં આવી હતી.હજારો મજૂરોના લાખો રૂપિયા ચાઉ કરી સરકાર સાથે છેતરપીંડીના ગંભીર ગુનામાં જિલ્લા પોલીસ અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાએ ભરૂચ સેશન્સ કોર્ટમાં શરતી જામીન નામંજૂર કરવા અરજી કરી હતી.શુક્રવારે હાથ ધરાયેલ સુનાવણીમાં ભરૂચ સેશન્સ કોર્ટે કૌભાંડી હીરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી તેઓને કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો. 13 ડિસેમ્બર સુધી પિતા -પુત્ર સરન્ડર ન કરે તો પકડ વોરંટ કાઢવા પણ આદેશ કરાયો હતો.
બીજી તરફ હીરા જોટવા અને તેના પુત્ર દ્વારા શરતી જામીન રદ કરી કસ્ટડીમાં લેવા સામેના હુકમ પર 19 ડિસેમ્બર સુધી હાઇકોર્ટમાંથી સ્ટે મેળવી લેવાયો હતો.ભરૂચ જિલ્લા સરકારી વકીલ પી.બી. પંડ્યાએ આ અંગે માહિતી આપી હતી કે, સરકાર તરફે હાઇકોર્ટમાં પિતા-પુત્રના જામીન નામંજુરનો હુકમ કાયમ રાખવા દલીલ કરાશે. હજારો  શ્રમિકોનું લાખોનું વેતન અને સરકારના કરોડો રૂપિયા ડમી એજન્સી બનાવી સેરવી લેવાયા છે. આ અતિ ગંભીર ગુનામાં એડિશનલ ડિસ્ટ્રીકટ જજનો ચુકાદો કાયમ રાખી આરોપીઓને કસ્ટડીમાં લેવા સરકાર તરફે હાઇકોર્ટમાં પણ રજુઆત કરાશે.
Latest Stories