New Update
-
ભરૂચના આમોદના આછોદ ગામનો બનાવ
-
પરિણીત યુવાને કર્યો આપઘાત
-
ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો
-
પતિ પત્નિ વચ્ચે થયો હતો ઝઘડો
-
આમોદ પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે પતિ પત્નીના ઝઘડામાં પતિએ ઝેરી દવા ગટગતાંવી આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને 108 એમબ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પતિ પત્નીના ઝઘડામાં પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પતિએ ઝેરી દવા પી આપઘાત કરતા બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે પરિણીત યુવાને અંતિમ પગલું શા માટે ભર્યું તે સહિતની તપાસ પોલીસ ચલાવી રહી છે.