ભરૂચ: વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં ગંદકી-બિસ્માર માર્ગના પ્રશ્નો, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

ભરત નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે

New Update
  • ભરૂચના વોર્ડ-7માં વિવિધ પ્રશ્નો

  • નવી વસાહતના રહીશોએ નોંધાવ્યો વિરોધ

  • ગંદકી-બિસ્માર માર્ગના પ્રશ્ને રહીશો ત્રાહિમામ

  • બગીચામાં ખુલ્લા વીજ વાયરોથી જીવને જોખમ

  • પ્રશ્નોના નિરાકરણની કરાય માંગ

ભરત નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે

ભરૂચ શહેરમાં એક તરફ  વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટર લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે છે.આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.