New Update
ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો
ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો
તમામ 9 તાલુકામાં વરસાદ
હજુ પણ 24 કલાક વરસાદની આગાહી
ખેતીના પાકને નુકશાનની શકયતા
ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાના પ્રારંભે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે દિવાળી બાદ ભરૂચ તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગતરોજ મોડી રાતે જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 5 મિલીમીટર, આમોદમાં1 મીલીમીટર,વાગરામાં 1 મિલીમીટર, ભરૂચમાં 5 મિલીમીટર, ઝઘડિયામાં 3 મિલીમીટર, અંકલેશ્વરમાં 11 મિલિમિટર હાંસોટમાં 11 મિલીમીટર,વાલીયામાં 12 મિલિમિટર અને નેત્રંગમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદ વરસતા ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.
Latest Stories