-
શક્તિનાથ વિસ્તારમાં બનેલી આગની ઘટનાનો મામલો
-
ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળતા મોટું નુકશાન
-
ઝૂંપડાવાસીઓને વ્હારે આવ્યું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ
-
જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ
-
જરૂરિયાતમંદો મદદરૂપ થવા કરવામાં આવ્યો સુંદર પ્રયાસ
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલા ઝૂંપડાવાસીઓને વહારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું છે. જેમાં બ્લેંકેટ, કપડાં, અનાજની કીટ, વાસણો સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી માનવતા મહેકાવી છે.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા “એક કદમ...માનવતા કી ઔર”ને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા માનવતાની મહેક પ્રસરાવવામાં આવી છે. ગત તા. 22 ફેબ્રુઆરી-2025ના રોજ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં ઘરવખરીનો તમામ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.
ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ વહારે આવી પહેલા દિવસથી જ બ્લેંકેટ, કપડાં અને દરેક ઘર દીઠ 7 દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી. આ સાથે જ દાતાઓ તરફથી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ દાતાઓ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.