ભરૂચ: ઝાડેશ્વર તળાવનું રૂ.4.57 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ

ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 4.57 કરોડના ખર્ચે ઝાડેશ્વર તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવશે જેના કાર્યનું રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતું

New Update
  • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલું છે તળાવ

  • તળાવનું કરાશે નવીનીકરણ

  • રૂ.4.57 કરોડનો કરાશે ખર્ચ

  • મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 4.57 કરોડના ખર્ચે ઝાડેશ્વર તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવશે જેના કાર્યનું રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં  આવેલ ઐતિહાસિક તળાવને હવે નવુ રૂપ મળવા જઈ રહ્યું છે. ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (BUDA) દ્વારા તળાવ, બગીચા અને સમગ્ર પરિસરના આધુનિક બ્યુટિફિકેશન માટે રૂ. 4.57 કરોડના ખર્ચે  કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે વિધિવત્ પૂર્ણ થયું હતું.ખાતમુહૂર્તના આ પ્રસંગે વિસ્તારમાં વિકાસની નવી દિશા સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તળાવના વિકાસથી ઝાડેશ્વર વિસ્તારને માત્ર સૌંદર્ય વધશે એટલું જ નહીં પરંતુ નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું રિક્રિએશનલ સ્પોટ પ્રાપ્ત થશે સાથે સાથે ઝાડેશ્વર થી તવરા તરફના જવાના રસ્તા બનેલા 23 કરોડના ખર્ચે નવ નિર્મિત રસ્તો નું કામ થઈ રહ્યું છે જે આ વિસ્તારના લોકો ની સુવિધા વધારો થશે.
આ પ્રસંગે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદીયા ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ઝાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય સરલા પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તેમજ ભરૂચ જિલ્લાના કલેકટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories