ભરૂચ : નેત્રંગનાં આટખોલ ગામમાં શાળાના ઓરડાના અભાવે 45 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ? બાળકો ઘરના ઓટલા પર બેસી ભણવા બન્યા મજબૂર!

ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની પુર્ણાહુતી થઇ છે,પરંતુ  નેત્રંગ તાલુકાના આટખોલ ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાના અભાવે ગામના બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયું છે

New Update
  • વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા

  • બાળકો છે પણ શાળાના ઓરડાનો અભાવ

  • શાળા જર્જરિત થયા બાદ કામગીરી ખોરંભે ચઢી

  • ગુણવત્તા રહિત કામગીરી સ્થાનિકો અને સરપંચે અટકાવી

  • બાળકો ઘરના ઓટલા પર ભણવા માટે બન્યા મજબૂર

  • 45 બાળકોના ભવિષ્ય પર સર્જાયો પ્રશ્નાર્થ  

ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની પુર્ણાહુતી થઇ છે,પરંતુ  નેત્રંગ તાલુકાના આટખોલ ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાના અભાવે ગામના બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયું છે,જોકે ભણવા માટે ઉત્સાહી 45 વિદ્યાર્થીઓ પોતાની જ શાળાના અભાવે ઝાડ નીચેમંદિરના ઓટલા પર કે પછી દાતાશ્રીના ઘરના શેડ નીચે ભણવા માટે મજબૂર બન્યા છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની આટખોલ ગામમાં આવેલી ધોરણ 1 થી 5 સુધીની પ્રાથમિક શાળા વર્ષ 1955માં બની હતી. સમય પસાર થતા આ શાળા જર્જરિત બની જતા ગ્રામજનો અને સરપંચે વારંવાર રજૂઆત કર્યા બાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શાળાના ઓરડા બનાવવા માટે રૂપિયા 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા બાદ કામ શરૂ કરાયું પણ કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા સ્થાનિકો અને સરપંચે તરત કામ બંધ કરાવ્યું હતું. હાલ નવા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી છેપરંતુ છેલ્લા 6 મહિનાથી બાંધકામ અટવાયું છે. શાળામાં હાલમાં 45 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે,જ્યારે બે શિક્ષકો સુવિધાના અભાવ વચ્ચે પણ બાળકોને શિક્ષણનું ભાથું પીરસી રહ્યા છે.ઉપરાંત ઘણા વાલીઓએ પોતાના ગામમાં શાળાની સુવિધા ન હોવાથી અન્ય ગામમાં પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર બન્યા છે.

નેત્રંગના આટખોલ ગામમાં શાળાના ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ ભણવા માટે ધૂળતડકો કે વરસાદમાં ખુલ્લામાં કે આશ્રય તરીકે કોઈના ઘરના ઓટલાનો ઉપયોગ કરે છે.વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ જોતા ગામના એક દાતાશ્રીએ પોતાનાં ઘરના શેડ નીચે બાળકોને ભણવા માટે જગ્યા આપી છે.જોકે આ વ્યવસ્થા હંગામી છે અને શાળાની જગ્યાની કોઈ છાયા નથી. બાળકો ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે,શાળાના વાલીઓ અને ગામના સરપંચે આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરી રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કેબાળક દેશનું ભવિષ્ય છે એમ કહેવામાં આવે છેતો પછી આ બાળકોને ભણવા યોગ્ય માહોલ કેમ નથી મળી રહ્યોજો તાત્કાલિક શાળાનું નિર્માણ નહીં થાય તો બાળકો ભણતરથી વંચિત રહી જશે.ગામના સરપંચ દ્વારા પણ આ અંગે વહેલી તકે ઓરડાનું ગુણવત્તા યુક્ત કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Latest Stories